Thursday, January 9, 2025
HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરાઈ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરાઈ

આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ભકિતમય અને ધમાકેદાર ઉજવણી. દરેક જગ્યાએ મટકી ફોડ, ગોપુરમ, રસાગરબા ની રમઝટ સાથે વિવિધ કાર્યક્રમો થયા. જુદી જુદી જગ્યાએ પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ, ક્રિશ્ન કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસવાડીયાએ હાજરી આપી, તથા આરતીનો લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

બાળકોની જુદી જુદી વેશભૂષા એ બધાના મનમોહી લીધા તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કાનુડાની બુલેટ એન્ટ્રીએ આકર્ષણનું કેન્દ્ર બન્યા. અબીલ ગુલાલની છોળો તથા પાણીની બોછારે રંગોત્સવ સર્જ્યો. ડી.જે. ના તાલે કાનુડાના રાસ ગરબામાં બાળકો મન મૂકી ને નાચ્યા અને વાતાવરણ ને ભકિતમય બનાવ્યું. કાર્યક્રમની પૂર્ણાહુતિમાં બધા પ્રસાદ લઈ છૂટા પડ્યા અને એક બીજાને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી.
કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના દરેક કેમ્પસ ના પ્રિન્સીપાલ તથા સ્ટાફે જાહેતમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!