Sunday, January 5, 2025
HomeGujaratનવયુગ કિડ્સ, નવયુગ પ્રીસ્કૂલ દ્વારા બાય બાય નવરાત્રી સ્પર્ધા યોજાઈ: બાળકો અને...

નવયુગ કિડ્સ, નવયુગ પ્રીસ્કૂલ દ્વારા બાય બાય નવરાત્રી સ્પર્ધા યોજાઈ: બાળકો અને વાલીઓ મન મુકીને ઝુમ્યા

નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા બાય બાય નવરાત્રી 2021નું ધમાકેદાર આયોજન પ્રભુરત્ન પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ તેમજ વાલીઓએ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, નીલેશભાઈ અઘારા, મેહુલભાઈ કૈલા, ધવલભાઈ છનિયારા, પરેશભાઈ ચનિયારા, ડૉ.વરુણ ભિલા સહિતના હાજર રહ્યા હતા.


આ સ્પર્ધામાંના નિર્ણાયક તરીકે ડૉ. જયેશભાઇ સનારિયા (સ્પર્શ ક્લિનિક), ડો.વિનોદભાઈ કૈલા (ક્રિષ્ના હોસ્પિટલ) અને અમીબેન એરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રિશા રાજપૂતે પોતાની આગવી શૈલીમાં એન્કરીંગ કર્યું હતું.
કાર્યક્રમના અંતે પ્રિન્સેસ જન્યા કનાણી, આરવી સંતોકી, પ્રિંશ અઘરા મંત્રા, રનર્સ અપ મિહિત પટેલ, વેલ ડ્રેસમાં પ્લેય ગ્રાઉન્ડ મેરા ભલોડિયા, પર્વ પંડિતઝ, નર્સરીમાં ઝેનબ ભરમાં, પ્રહાન મીરાણી, જુનિયર કેજીમાં યાના મકસાના, સ્નારું શિર્વિ, સિનિયર કેજી નાવ્યાં ગોહિલ, આર્ય પટેલ, વેલ પ્લેય સ્પર્ધા પ્લેયગ્રાઉન્ડમાં ક્રિશી છત્રોલા, નર્સરી માં રિતિકા પોપટ, અથર્વ પટેલ, જુનિયર કેજીમાં જયંતિ દવે, નયત્રીક વડગામાં, સિનિયર કેજીમાં દ્વિતી દેસાઈ, પ્રિયંશ કડેચા, વેલ ડ્રેસ પેરેન્ટ્સ મોમમાં અલ્પાબેન, ભૂમિબેન ભાલોડિયા, મેઘનાબેન પંડીત, દીપિકાબેન કચરોલા, ડેડ સ્પર્ધામાં આશિષ કસુંદર, ઉપરાંત બેસ્ટ કપલમાં ચિરાગભાઈ પરમાર અને સ્વાતિબેન પરમાર વિજેતા થતા તેઓને પી. ડી. કાંજીયા સહિત સમગ્ર નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડિરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા, પીંકીબેન પારવાની તેમજ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!