સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં ઓવરઓલ દરેક વિષયમાં પ્રથમ સ્થાન મેળવ્યા છે.
સેમેસ્ટર ૧ થી ૬ ના ઓવરઓલ રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં મેથ્સ વિષયમાં પ્રથમ પંડ્યા પ્રેક્ષા ૯૨.૭૫%, બોટની વિષયમાં પ્રથમ વડાવિયા રાધિકા ૯૧.૪૪% અને માઇક્રોબાયોલોજી વિષયમાં પ્રથમ આદ્રોજા માનસી ૯૧.૦૦% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીઓ વિષય પ્રથમ હોવાથી ગોલ્ડમેડલ મેળવવાની હકદાર થશે.
૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે B.Sc માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે તેમજ સ્ટુડન્ટ્સને તૈયારી કરવાનું સરળ અને સચોટ માધ્યમ પુરૂ પાડે છે.
આ સાથે B.Sc Sem 1, 3, 5 માં એડમિશન ચાલુ કરેલ છે. જેમણે એડમિશન લેવાનું હોય તે કોલેજનો સંપર્ક કરીને ઉજ્જ્વળ કારકીર્દીનું નિર્માણ કરી શકે છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.