કલેકટર જી.ટી.પંડ્યાના વરદ હસ્તે સફળતા પૂર્વક તાલીમ પ્રાપ્ત કરનાર ૧૮૦ જેટલા દિવ્યાંગોને તાલીમ પ્રમાણપત્રો અર્પણ કરાયા
સંસ્કાર લેબોરેટરીમાં ૨૫ જેટલા દિવ્યાંગોએ રક્તદાન કરી સમાજોપયોગી કાર્ય કર્યું
મોરબી,અત્રેના પંચમુખી હનુમાનજી મહારાજ મંદિરના સત્સંગ હોલમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા છેલ્લા છ માસમાં ૮૫૦ જેટલા દિવ્યાંગોને પોતે પોતાના પગ પર ઉભા રહી શકે, કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે,દિવ્યાંગોનું પુનર્વસન થાય એવા હેતુસર CEAD ના સહયોગથી નવજીવન દિવ્યાંગ સેવાશ્રય દ્વારા પ્રમાણપત્ર વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૫ દિવ્યાંગ લોકોએ સંસ્કાર ઇમેજિંગ બ્લડ બેંક ખાતે રક્તદાન કર્યું હતું તેમજ તાજેતરમાં જ ૧૮૦ તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરેલ એ દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અર્પણ કરતા કલેક્ટર જી.ટી.પંડ્યાએ નવજીવન સેવા ટ્રષ્ટની સેવાને બિરદાવી હતી અને દિવ્યાંગ પુનર્વસનની પ્રવૃત્તિઓ વર્ણવી હતી,વિપુલભાઈ શેરસિયા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ભરતભાઈ પરમાર ક્લાર્ક સમાજ સુરક્ષા વિભાગ,બી.એ.સોલંકી નિવૃત મામલતદાર,કમલેશભાઈ દલસાણીયા શિક્ષક તેમજ જીતેન્દ્રભાઈ જોષી સ્થાપક મંત્રી નવજીવન ટ્રષ્ટ વગેરેએ સંબોધનમાં દિવ્યાંગ વ્યક્તિઓ કામને બિરદાવ્યા હતા,દિવ્યાંગો જીવનમાં ખુબજ આગળ વધે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા દિવ્યાંગોને અપાતા લાભો,સહાય વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું,સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન,આયોજન અને અમલીકરણમાં બળવંતભાઈ જોશી તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રયના તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી, અનિલભાઈ વાઘેલા પંચમુખી હનુમાનજી મંદિર ટ્રષ્ટના ટ્રષ્ટિએ તમામ વ્યવસ્થા પુરી પાડી હતી.