મોરબીના આઇ શ્રી કોઠા વાળી મચ્છુ માતાજીના મંદિર દરબાર ગઢ ખાતે નવરંગ માંડવાનું આયોજન કરાયું છે. જેમાં આઇ શ્રી કોઠાવાળી મચ્છુ માતાજીના ૨૪ કલાક ના નવરંગ માંડવાનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા આયોજક આઈ મચ્છો યુવા ગ્રુપ મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં આઈ શ્રી કોઠાવાળી મચ્છો માતાજીની નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઈ શ્રી કોઠાવાળી મચ્છુ માતાજીનો (૨૪ કલાક)નો નવરંગ માંડવોનું શુભ આયોજન સવંત ૨૦૮૧, પોષ સુદ-૨ ને બુધવારને તા.૦૧-૦૧-૨૦૨૫ ના શુભ દિવસે મોરબીના આઇ શ્રી કોઠા વાળી મચ્છુ માતાજીના મંદિર દરબાર ગઢ મોરબી ખાતે આયોજન કરાયું છે…જેમાં થાભલી રોપણ તા. ૧/૧/૨૦૨૫ ને બુધવારે સવારે શુભ ચોઘડિયે, સામૈયા બુધવારે ૧૦:૦૦ વાગ્યે, મહાપ્રસાદ સવારે ૧૧:૦૦ વાગ્યે, ડાકની રમઝટ રાત્રે ૧૦:૦૦ વાગ્યે અને થાભલી વધામણાં તા. ૦૨/૦૧/૨૦૨૫ ને ગુરુવારના સવારે શુભ ચોઘડિયે આયોજન કરાયું છે. જેમાં શ્રી કમાભાઈ લાખાભાઇ ગમારા (શ્રી મચ્છુ માતાજી ના ભુવા), મહંતશ્રી કિશનભગત દેવાભગત ગોલતર (શ્રી મચ્છુ માતાજી ની જગ્યા મોરબી), શ્રી રાજેન્દ્રભાઈ (શ્રી કોઠાવાળી મચ્છુ માતાજીના પુજારી) અને શ્રી હસુભાઈ (શ્રી પુનીયા મામા ના પુજારી) અને પંચના ભૂવા તરીકે શ્રી કમાભાઈ લાખાભાઈ ગમારા (શ્રી મચ્છુ માતાજી ના ભુવા), શ્રી નાજાભાઈ હિન્દુભાઈ ગોલતર (શ્રી ગાત્રાળ માતાજી ના ભુવા), શ્રી હકાભાઈ ઝાપડા (શ્રી સીદીબાપા ની મેલડી માં ના ભુવા), શ્રી અરૂણબાપુ (લીમડાવાળી શ્રી મેલડી માતાજી ના ભુવા), શ્રી રાજુભાઈ પીઠડીયા (શ્રી મેલડી માતાજી ના ભુવા), શ્રી બાબુભાઈ કુકાભાઈ કરોતરા (શ્રી મેલડી માતાજી ના ભુવા), શ્રી જેન્તીભાઈ રાજગોર (શ્રી મોગલ માં ના ભુવા), શ્રી હસુભાઈ પરમાર (શ્રી ટીંબાવાળી તથા ધક્કાવાળી મેલડી માં ના ભુવા ) અને શ્રી રેખાદે (શ્રી મેલડી માં ના ભુવા) તેમજ રાવળદેવ શ્રી હરેશભાઈ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ શ્રી વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ઉપસ્થિત રહેશે. જેમાં આયોજક આઈ મચ્છો યુવા ગ્રુપ મોરબી મો.૯૮૭૯૯ ૯૨૩૨૪ (વિક્રમભાઈ ડાભી), મો.૯૯૭૮૪ ૧૦૦૦૭ (પોપટભાઈ ગોલતર), મો.૮૧૪૧૦ ૮૭૪૧૦ (કુલદિપભાઈ પુજારી), મો.૮૦૦૦૧ ૦૦૧૧૧ (વિક્રમભાઈ ઝાપડા ) અને મો. ૮૭૮૦૨ ૯૨૭૨૬ (અજયભાઈ ટોયટા) દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..