Sunday, January 12, 2025
HomeGujaratશ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ-મો૨બી દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૩નું જાજરમાન આયોજન

શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ-મો૨બી દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૩નું જાજરમાન આયોજન

આગામી તા. ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બી દ્વારા આગામી તા.૧૫ ઓક્ટોબર થી ૨૪ ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બીના જણાવ્યા અનુસાર, ‘માં ગાયત્રી’ ની પ્રેરણા અને આશીર્વાદથી, દ૨ વર્ષની પરંપરા મુજબ, શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ–મોરબી દ્વારા શ્રી ગાયત્રી ગ૨બી મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૨૩ ભવ્ય તથા દિવ્ય રીતે આયોજન શ્રી ગાયત્રી પ્રે૨ણા મંદિ૨, ૧૪-વાઘપરા, મો૨બી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, શ્રી ગાયત્રી પરિવા૨ ટ્રસ્ટ, મો૨બી દ્વારા ૨૧-૨૨ વર્ષોથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આ નવરાત્રી મહોત્સવના પ્રારંભ તથા નવરાત્રી દરમ્યાન બાળાઓ દ્વારા દરરોજ લેવાતા માં ના ગરબા, ‘અવનવા રાસ’ તથા ‘માં ની આરતી’ કરવાના કાર્યક્રમમાં ભક્તોને પધારવા આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!