નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિતે નવયુગ રાસ રમઝટ – ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા સ્ટૂડન્ટ્સ ખેલૈયાઓએ હોંશભેર વિવિધ વસ્ત્ર પરિધાનમાં જોડાઈને ગરબામાં ચાર ચાંદ લગાવ્યા હતા. જેમાં પ્રિન્સેસ ઓફ નવયુગનો એવોર્ડ વિડજા સ્વાતિ, વેલ ડ્રેસનો એવોર્ડ ફિચડીયા કેશવી, અને બેસ્ટ પર્ફોમરનો એવોર્ડ જાડેજા ખુશીબાને મળ્યો હતો.

આ આયોજનમાં નિર્ણાયક તરીકે જીજ્ઞાસાબેન ગોસ્વામી અને સિલ્વાબેન કામરીયાએ સેવા આપી હતી. આયોજનને સફળ બનાવવામાં કોલેજ સ્ટાફે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી.









