મોરબીના ટંકારા તાલુકાના એમ.પી.દોશી હાઇસ્કુલ ખાતે સ્કૂલનાં ૧૩૦ વિધાર્થીઓ સાથે એક શિક્ષકને તાલીમ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એનડીઆરએફની તાકાત અને મહત્વ અને ડીએમ એક્ટ અંગે માહિતી સહિતની તાલીમ આપવામાં આવી હતી.
મોરબીના ટંકારા તાલુકાના આર્ય સમાજ કેમ્પસ એમ.પી.દોશી હાઇસ્કુલ ખાતે CAP નું આયોજન NDRF U/C ઇન્સ્પેકટર બસંત તિર્કી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ૨૦ વિદ્યાર્થીનીઓ સાથે કુલ ૧૩૦ વિધાર્થીઓ અને એક શિક્ષકને તાલીમ આપવામાં આવી હતી. જેમાં એનડીઆરએફની તાકાત અને મહત્વ અને ડીએમ એક્ટ વિશે માહિતી, વિવિધ પ્રકારની આપત્તિ અને સાવચેતી અંગેની સામાન્ય માહિતી, MFR, CPR, FBAO, રક્તસ્ત્રાવ નિયંત્રણ તકનીકો, અસરો વગેરે પર પ્રદર્શન અને રોજિંદા જીવનમાં આગ અને આગથી બચવા વિશેની માહિતી આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં રામદેવજી આચાર્ય, પ્રિન્સીપાલ ડી.જી.રાવશાણી અને નાયબ મામલતદાર રમેશ સોલંકી ઉપસ્થિત રહયાં હતાં.