હળવદ પોલીસે કોયબા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે પરિવહન થતો સબસીડીયુક્ત યુરીયાનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે આઇસર, સ્વીફ્ટ કાર સહિત કુલ કિ.રૂ.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવતા અભિયાન દરમિયાન હળવદ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં હળવદ પોલીસ મથકના પીઆઈની સુચના અનુસંધાને સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કોયબા ગામની સીમમાંથી શંકાસ્પદ રીતે આઇસર રજી.નં. જીજે-૩૬-વી-૫૭૧૬માં IFFCO કંપનીની સબસીડીયુક્ત રાસાયણીક યુરીયાની ૪૦૦ બેગ, કિ.રૂ. ૮,૦૦,૪૫૬/- મળી આવી હતી. આ સાથે પોલીસે બે આરોપી (૧)નાગજીભાઈ રાજાભાઈ ગમારા ઉવ.૩૭ રહે. નવા મકનસર, (૨)કરશનભાઈ સેલાભાઈ ડોરાળા ઉવ.૨૭ રહે. રાણેકપર તા.હળવદ વાળાની અટક કરી હતી. પોલીસે સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો, આઇસર તથા સ્વીફ્ટ કાર રજી.ન. જીજે-૧૨-એકે-૦૪૩૫ સહિત કુલ રૂ. ૧૫,૦૦,૪૫૬/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ચલાવી છે









