Thursday, April 25, 2024
HomeGujaratમોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનના મોતના...

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનના મોતના બનાવમાં ફરિયાદ નોંધાઈ

અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ ખીમજીભાઇ સોંલકી (ઉં.વ.૩૪ ધંધો, પ્રા.નોકરી, રહે હાલે નવા જાબુંડીયા ધર્મસિધ્ધી સોસાયટી મકાન નંબર ૧૩૮ તા.જી મોરબી મુળ રહે મોટા ટીંબલા તા. લીંમડી જી. સુરેન્દ્રનગર) એ કોઇ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ મોડી રાત્રીના સાડા બાર વાગ્યાના અરશામા લાલપર ગામે પહેલા ગેઇટ સામે રોડ ઉપર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકએ પોતાના હવાલાવાળુ વાહન પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી ફરીયાદીના ભાઇ પ્રકાશભાઇ (ઉં.વ.૨૯) ને હિરો સ્પ્લેંન્ડર પ્લસ મોટર સાયકલ નં.જીજે-૩૬-ઇ-૩૫૭૧ સાથે હડફેટ લેતા તેમનું મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!