Wednesday, December 7, 2022
HomeGujaratમોરબીના સુપર માર્કેટ નજીક ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી વેપારીઓ પરેશાન

મોરબીના સુપર માર્કેટ નજીક ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી વેપારીઓ પરેશાન

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભૂગર્ભ લાઈન ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ પરેશાન હોય જે બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકા તંત્રને પત્ર લખી ટોચ અગ્રતા આપી સમસ્યાનો ઉકેલ લાવવા માટે જણાવ્યું છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને પત્ર લખી જણાવ્યું છે કે નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ નજીકના પે એન્ડ યુઝ શૌચાલય પાસે ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી વિસ્તારના ધંધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સુપર માર્કેટ શોપિંગના વેપારીઓની રજૂઆત ધ્યાને આવી હોય જેથી આ બાબતને ટોચ અગ્રતા આપીને તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવી તુરંત જાણ કરવા સુચના આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!