મોરબીમાં નાની વાવડી ગામ નજીક બગથળા જવાના રસ્તે પરિણીતાએ પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવી લીધા બાદ બંનેએ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા બંને ગંભીર રીતે દાઝી ગયેલ હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ માં સારવારમાં લાવતા જ્યાં પરિણીતાનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ભડીયાદ ગામે રહેતા સંગીતાબેન દેવજીભાઇ પરમાર ઉવ.૨૪ ગઈકાલ તા.૧૧/૨/૨૪ ના રોજ બપોરની આસપાસ નાની વાવડી ગામે હનુમાન મંદિર સામે બગથળા રોડ ઉપર કોઈપણ કારણોસર પોતે તથા સાથે જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગર ઉવ.૨૪ રહે ભડિયાદ મોરબી વાળા સાથે ઝેરી દવા પી લીધેલ ત્યારબાદ બન્નેએ પોતાના ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધેલ હતી. આગ ચંપીના બનાવમાં સંગીતાબેન તથા જ્યોતેન્દ્ર ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા સંગીતાબેનને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.