Wednesday, October 30, 2024
HomeGujaratહળવદના કવાડિયા ગામના પાટિયા પાસે એક ટ્રેકટર ચાલકે બાઇક સવાર આધેડને હડફેટે...

હળવદના કવાડિયા ગામના પાટિયા પાસે એક ટ્રેકટર ચાલકે બાઇક સવાર આધેડને હડફેટે લેતા બાઇકસવારનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કવાડિયા ગામના પાટિયાથી ધ્રાંગધ્રા હાઇવે રોડ પર પાટડી તાલુકાના અજમલભાઈ ધુળાભાઈ ચાચાણી(ઉ.વ.૪૦) પોતાના બાઇક નંબર જીજે-૧૩-એએલ-૨૮૧૮ લઈને જતા હતા એ દરમ્યાન રોંગસાઈડમાં ઘસી આવેલા ટ્રેકટર નંબર જીજે-૧૩-૮૫૧૮ના ચાલકે બાઇક સવાર અજમલભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો જેમાં અજમલભાઈના માથાના ભાગે, બન્ને હાથના પંજા પર તથા ડાબા પગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેકટર ચાલક તેનું સોનાલિકા કંપનીનું ટ્રેકટર લઈને નાસી ગયો હતો. મૃતકના નાના ભાઈ દશરથભાઈ ધૂળાભાઈએ હળવદ પો.સ્ટે.માં ઉક્ત બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેકટર નંબરના આધારે ચાલકને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. ઉક્ત બનાવી તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.જી. પારધી ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!