મોરબી – હળવદ રોડ પર ચેકીંગ કરતા પોલીસ સ્ટાફને જોઈ હ્યુન્ડાઇ ગેટસના ચાલકે પોતાની કાર નીચી માંડલથી રાતાભેર તરફ મારી મૂકી હતી. આ દરમિયાન પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરતા આરોપી રાતાભેર જવાના રસ્તે કાર રેઢી મુકી નાસી ગયો હતો.જે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ઉંચી માંડલ ગામ નજીક હાઇવે ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી આ દરમ્યાન એક સફેદ કલરની હ્યુન્ડાઇ ગેટસ કાર હળવદ તરફથી આવતા પોલીસે શંકાસ્પદ કારને રોકવનો પ્રયાસ કરતા કાર ચાલકે ગાડી રોકી ન હતી જેને લઈને પોલીસે તુરત જ તેનો પીછો કરતા આ કાર ચાલક નીંચી માંડલથી રાતાભેર જવાના રસ્તે અંધારામા ઓળવી ગયો હતો. કારચાલક પોતાની હ્યુન્ડાઇ કંપનીની ગેટસ કાર રજી.નં GJ-01-HG-9320 મુકી નાસી જતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 26250ની કિંમત ની વિદેશી દારૂની 70 બોટલનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કાર, દારૂ સહિત કુલ રૂ. .૧,૨૬,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરી દરમિયાન પીઆઇ વી.એલ પટેલ, એ.એસ આઇ, જયદેવસિંહ ખોડુભા ઝાલા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા તથા દિપસંગભાઇ કાનજીભાઇ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા.