Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરના ગુંદાખડા નજીક પ્રેમ લગ્નનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને લમધારી, ઇકકોના...

વાંકાનેરના ગુંદાખડા નજીક પ્રેમ લગ્નનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને લમધારી, ઇકકોના કાચ તોડી નાખ્યા

વાંકાનેર તાલુકાના ગુંદાખડા તથા સમઢીયાળા ગામના રસ્તા વચ્ચેથી પસાર થઈ રહેતા સતાપર ગામના યુવાન પર પ્રેમ લગ્નનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી ઇકો કારના કાચ તોડી નાંખ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગુંદાખડા તથા સમઢીયાળા ગામને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થઈ રહેલા સંજયભાઇ વાલાભાઇ કિહલા (ઉ.વ.૨૪)ને આંતરી લઈ અદેપર ગામેં રહેતા આરોપી ધનજીભાઇ લાલજીભાઇ બાવરવા, સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા, વાહણભાઇ કરમશીભાઇ બાવરવા, નવઘણભાઇ વાહણભાઇ બાવરવા સહિતનાઓએ હુમલો કર્યો હતો. સંજયભાઈ કિહલાએ ધનજીભાઈ બાવરવાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી કરાયેલા આ હુમલામાં સંજયભાઈ અને સાહેદ રમેશભાઇને મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી. ચારેય આરોપીઓએ કુહાડાના ઊંધા ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઇક્કો કારના કાચ તોડી નુકસાન પહોંચાડતા સંજયભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!