Monday, November 25, 2024
HomeGujaratમગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન

મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન

આગામી સપ્તાહમાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં પિયત આપવું હિતાવહ

- Advertisement -
- Advertisement -

મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા અનુસાર એસ્પરજીલસ નામની ફુગથી થતો ઉગસૂક એક રોગ છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બિજાણુંઓ તેના પર છવાયેલા હોય છે. વાવેતર બાદ લગભગ દોઢ માસ સુધી નુકશાન કરે છે. ચોમાસું લંબાય તો તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠનાં ભાગેથી ઢળી પડે છે

ખેડૂતોને ઉગસુક રોગના નિયંત્રણ અને અટકાવવા માટેના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આગામી સપ્તાહમાં વરસાદ ખેંચાવવાનાં સંજોગોમાં પિયત આપવું. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે આંતર ખેડ મુલતવી રાખવી. બે ઈંચ થી વધારે ઊંડું વાવેતર કરવું નહિ. ઘઉં અને ચણા સાથે પાક ફેરબદલી કરવી. ટ્રાયકોડરમાં ફૂગ આધારિત પાવડર ૨.૫ કિ.ગ્રા ૩૦૦-૫૦૦ કિ.ગ્રા એરંડી ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં એક એકરમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. કાર્બેન્ડાજિમ ૫૦ ટકા વે.પા. ૨.૫ ગ્રામ અથવા કાર્બોકીસન ૩૭.૫ ટકા +થાયરમ ૩૭.૫ ટકા ડીએસ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી ઉગસુકનાં રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!