વાંકાનેરમાં અનુસૂચિત જાતિનો યુવક ઈસમના ઘરની બાજુમાં રહેતો હોય જે તેને ગમતું ન હોય જેનો ખાર રાખી ઈસમે યુવક પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મેસરીયા ગામે રહેતા ભરતકુમાર ઉર્ફે ભાવેશભાઇ મંગાભાઇ વાળા ભીખુભાઇ દળુભાઇ ખાચર નામના ઈસમની બાજુમાં રહેતા હોય જે આરોપીને ગમતુ ન હોય જે બાબતેનો આરોપીએ ખાર રાખી ફરિયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી લોખંડના પાઇપથી આડેધડ માર મારી ફરિયાદીને કપાળના ભાગે તથા જમણા હાથના પોંચા ઉપર, ડાબા હાથની કોણીએ, ડાબા પગે ઇજા તથા શરીરે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.