એક મહિલા સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા કેશરબેન ધનજીભાઇ પારધી ઉવ.૪૫એ શેરીમાં રહેતા પાડોશીને ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલ પડોશી શૈલેષભાઇ નાથુભાઈ પારધીએ કેશરબેનને માથામાં તલવારનો એક ઘા મારી દીધો હતો તેમજ બબાલ દરમિયાન શૈલેશભાઈની માતા દ્વારા કેશરબેનને લાકડી મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર બનાવ બાદ કેશરબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા જ્યાંથી તેઓએ ટંકારા પોલીસ સમક્ષ આરોપી શૈલેષભાઇ અને આરોપી શૈલેશભાઈની માતા કેશરબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.