મોરબી શહેરના સબજેલ સામે હરીજનવાસમાં કચરો નાખવા બાબતે થયેલી બોલાચાલી બાદ ત્રણ પાડોશીઓએ માતા-પુત્રી પર પાઇપથી હુમલો કરી મુઢ ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરના સબજેલ સામે આવેલા હરિજનવાસ શેરી નં. ૩ માં રહેતા સરોજબેન ઈશ્વરભાઈ દેવજીભાઈ ચૌહાણ ઉવ.૫૦ એ આરોપી દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવ મનીષભાઈ મકવાણા તથા મનીષભાઈ મકવાણા રહે. ત્રણેય સબજેલ સામે હરીજનવાસ મોરબી વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં કચરો નાખવા બાબતે થયેલી બોલાચાલી હિંસક ઝઘડામાં ફેરવાતા ફરિયાદી માતા-પુત્રીને પાઇપથી માર મારી ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ગત તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ બપોરના અંદાજે ૦૨:૦૦ થી ૦૨:૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદી સરોજબેન બહાર ગયા હતા તે દરમિયાન પાડોશમાં રહેતા આરોપી દક્ષાબેન મનીશભાઈ મકવાણાએ કચરો નાખવા બાબતે ફરિયાદીની દીકરી પુજાબેન સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારે ફરિયાદી ઘરે પરત ફરતા જ દક્ષાબેનના પુત્ર આરોપી ધ્રુવ અને ભવ્યએ ફરિયાદીને અને તેમની દીકરી પૂજાબેનને પાઇપ મારી કાનના ભાગે, નાકના ભાગે તેમજ પગમાં મુઢ ઇજા પહોંચાડી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









