સદગુરુ મિત્ર મંડળના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 90 દર્દીઓએ લાભ લીધો
ટંકારાઃ સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિ માટે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 6 તારીખે ટંકારા ગામના એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ તારીખ 6 મે ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 90 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 29 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, રાજેન્દ્રભાઈ ગાવડીયા, હેમુભાઈ પરમાર દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ), નિલેશભાઈ પટણી, લાલાભાઈ આચાર્ય, ગીરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી), ગીતાબેન સરડવા, કુવરજીભાઈ ભાગ્યા તેમજ મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. દર મહીનાની 6 તારીખે આ કેમ્પ યોજાય છે કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ચંદ્રકાંત કટારીયા(ચનાભાઈ) મો.નં 800328442 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.