Saturday, January 11, 2025
HomeGujaratભારતમાં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા બાંગલાદેશી ઈસમોનાં નેટવર્કનો પર્દાફાશ

ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા બાંગલાદેશી ઈસમોનાં નેટવર્કનો પર્દાફાશ

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા (AQ)ના સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહીને અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલા બાંગલાદેશી ઈસમને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. આ બાંગ્લાદેશી યુવકો ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહેતા હતા અને ગુજરાતમાંથી યુવકોને ભોળવીને અલ કાયદા સાથે જોડવા માટે આવ્યા હતા. તેમની પાસેથી કટ્ટરવાદી પુસ્તકો અને બોગસ આધાર તથા પાનકાર્ડ મળી આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિતી મળેલ કે, બાંગ્લાદેશી નાગરીકો સૌજીબમીયાં, આકાશખાન, મુન્નાખાન તથા અબ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રુફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વિસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા પ્રેરીત કરે છે. તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ ટી એસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપરોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવેલ. ત્યારે પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી (રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચાર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ બાંગ્લાદેશ)ના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બનેલ હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો, જેણે સોજીબને AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પરિચય AQ સંસ્થાના બાંગ્લાદેશના મ્યુમનસિંહ જીલ્લા પ્રમુખ શાયબા નામના ઇસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ તેમજ Encrypted Chat Applications, TOR & VPN ના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવેલ આ મોડ્યુલના હેન્ડલર, શયબાએ આ ઇસમોને દાવા આપેલ અને તેઓએ શયબાના નામે પોતાની બા’યા આપેલ.

મોહમ્મદ સોજીબની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, તે અને તેના સાગરીતો, મુન્ના ખાલિદ અંસારી @ મુન્નાખાન અને અઝારુલ ઇસ્લામ કફિલુદ્દીન એંસારી @ જહાંગીર @ આકાશખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલ છે તથા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે. તેમજ AQ માટે ફંડ એકત્રિત કરવાનું તથા AQની વિચારધારા ફેલવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમામ ઈસમો ગુજરાત તથા અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવેલ અને તેઓને AQ વિચારધારા થકી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ ત્રણેય ઈસમોએ ઘણી વ્યક્તિઓ પાસેથી નાણાં એકત્ર કરેલ, જે બાદમાં આકાશ ખાન મારફતે AQ ની પ્રવૃત્તિઓના ભંડોળ માટે મોકલી આપેલ. શાહીબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કિતાલ (કત્લ), અસ્તીયા (શસ્ત્ર સરંજામ), હિજરત (મુસાફરી), પૈસા અને સમયનુ બલીદાન આપવું, શહાદત વહોરવી વિગેરે બાબતે ઉંડાણપૂર્વક સમજાવેલ હતુ. આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું, તેમને કટ્ટરપંથી બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેના Sympathizers પાસેથી ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ અલ કાયદાના ઉપરોક્ત ઈસમોનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી પણ હાલમાં જ બાંગલાદેશથી ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ-કાયદા વિચારધારાના પ્રચાર પ્રસાર તથા ફંડ એકત્રિકરણ માટે અમદાવાદ આવેલ છે. જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા તપાસના કામે કરવામાં આવેલ સર્વ દરમ્યાન બોગસ આધાર કાર્ડ તથા પાન કાર્ડ મળી આવેલ છે. આ ઉપરાંત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા (AQ) ની મીડીયા વીંગ As-Sahah Mein દ્વારા પ્રકાશિત કટ્ટરવાદી સાહિત્ય મળી આવેલ છે. આ બાબતમાં ગુજરાત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે U.A.P.A. ની કલમ ૩૮,૩૯ તથા ૪૦ અને LPC ની કલમો મુજબ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝારુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશમાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારીનાઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!