મોરબી: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તથા જીલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરીની હાજરીમાં મોરબી જીલ્લા ભાજપની નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી છે. મોરબી શહેર-તાલુકા, હળવદ શહેર-તાલુકા અને માળીયા તાલુકા માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી તેમજ કોષાધ્યક્ષ એમ વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયાની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી તાલુકા માટે અધ્યક્ષ તરીકે વિશાલભાઈ ઘોડાસરાની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જયંતીભાઈ ચાપાણી, નિતેશભાઈ બાવરવા, મેરામભાઈ રાઠોડ, રાજમહેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઈ સવસાણી અને જ્યોત્સનાબેન પરેચા નિયુક્ત થયા છે. મહામંત્રી તરીકે સવજીભાઈ સુરાણી અને રવિભાઈ રબારી તેમજ મંત્રી તરીકે ગીતાબેન પરમાર, દિગ્વીજયસિંહ જાડેજા, મોહિતભાઈ કાસુન્દ્રા, હંસાબેન દિલીપભાઇ સુરેલા, રીટાબેન અરવિંદભાઇ કાવર, નૈમિષભાઈ વાહનેચીયા જ્યારે કોષાધ્યક્ષ તરીકે આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલને જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબી શહેર માટે રિશીપભાઈ કૈલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અજયભાઈ કોટક, મહેશભાઈ ભોજાણી, માવજીભાઈ કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, આરતીબા રાણા અને કેયૂરભાઈ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે. મહામંત્રી તરીકે ભૂપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મંત્રી તરીકે ચંપકસિંહ રાણા, વૈશાલીબેન શાહ, કિરણભાઈ મહેશ્વરી, ચંદ્રિકાબેન પલાણ, ભાનુબેન નગવાડિયા, ચંદ્રિકાબેન સોલંકી આ સિવાય કોષાધ્યક્ષમાં હર્ષદભાઈ વામજાની નિયુક્તિ કરાઈ છે.
હળવદ તાલુકા માટે ભરતભાઈ દલવાડી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે સવાભાઈ ડાંગર, મહાદેવભાઈ મારવણીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પઢીયાર, જગદીશભાઈ કાચરોલા અને હસમુખભાઈ બાપોદરીયા અને મહામંત્રીમાં મગનભાઈ તેજાભાઈ સીતાપરા (કોળી) તથા ડો. કિશોરભાઇ એમ. કવાડીયા, જ્યારે મંત્રી તરીકે જશુબેન નારાયણભાઈ દલવાડી, સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળી, ગીતાબેન હેમુભાઈ રબારી, સુનિતાબેન રણજીતભાઈ સુરેલા, મનસુખભાઈ ઉકાભાઈ રાઠોડ, નીરુબેન કાંતિલાલ વસાવા તેમજ કોષાધ્યક્ષમાં ગૌરીબેન ખેંગારભાઇ ભરવાડને જવાબદારી સોંપવામાં આવી છે.
હળવદ શહેર માટે તપનભાઈ દવે અધ્યક્ષ પદ સંભાળશે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે ગીરીશભાઈ પરમાર, જતીનભાઈ રાવલ, અનસોયાબેન દેથરીયા, હરેન્દ્રસિંહ પરમાર, સનીભાઈ ઠક્કર અને જાગુબેન કોળી તેમજ મહામંત્રી તરીકે ડૉ. અનિલભાઈ પટેલ અને અમૃતભાઇ ચૌહાણ. આ ઉપરાંત મંત્રી તરીકે પારૂલબેન બી. પરીખ, મહેશભાઇ નાડોદા, જીગ્નેશભાઈ રબારી, અનિતાબેન આર.ગોસાઇ,સરાયા વિરેન્દ્ર દેવશીભાઈ, જ્યોત્સ્નાબેન હરિભાઇ ઝાલા જ્યારે કોષાધ્યક્ષમાં મહેશ તારબૂદિયાની નિયુક્તિ થઈ છે.
માળીયા તાલુકા માટે રાજેશભાઈ હુંબલ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે, જ્યારે ભાવિકભાઈ કાવર, નિલેશભાઈ સંઘાણી, વિજયભાઈ હુંબલ, કાળીબેન વકાતર, જયદિપભાઈ ઓડિયા અને હસમુખભાઈ ઘુમલીયા ઉપાધ્યક્ષ તરીકે કામ કરશે. જ્યારે મહામંત્રી તરીકે મનિષ એ. કાંજીયા અને ધ્રુવરાજસિંહ ડી. જાડેજા, આ સિવાય મંત્રી તરીકે જલાભાઇ મુળુભાઇ કાનગઢ, આશાબેન વિપુલભાઈ ડાભી, અરવિંદભાઇ વશરામભાઇ રાઠોડ, હંસાબેન વિનોદભાઇ પરમાર, લીલાબેન દેવદાનભાઈ લોલાડીયા, ઇન્દુબેન ઘનશ્યામભાઈ ગઢિયાનો સમાવેશ કરાયો છે, કોષાધ્યક્ષ માટે વિપુલ એ. વિડજાને નિયુક્તિ આપી છે.
આ તકે ભાજપના પ્રદેશ અને જીલ્લામાં નવા હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી અને આ નવી ટીમ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.