હાલના સમયમાં નાટક જોવું કોને પસંદ નથી હોતું. અને તેમાં પણ ઐતિહાસિક અને હાસ્ય નાયક હોય તો તેને જોવા લોકોની ભીડ જામે છે. ત્યારે હાલ માં નાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે ન્યુ ચંદ્રેસ-૧, ૨, સોસાયટી દ્વારા છઠા નોરતે એટલે કે, તા. ૧/૧૦/૨૦૨૨, શનિવારના રોજ ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટક મરછુ તારા વેહતા પાણી મોરબીનો ઈતિહાસ પર આધારિત હશે અને આ નાટકમાં પેટ ભરીને હસાવે એવું ક્રોમિક માણકી ની માથાકુટ લોકોને જોવા મળશે. ત્યારે આ નાટક નિહાળવા માટે ઉમિયા ગરબી, મુનનગર ચોક, ન્યુ ચંદ્રેશ સોસાયટીનું સ્થળ આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નાટકમાં મોરબીની ધર્મપ્રેમિ જનતાને પધારવા આયોજકો દ્વારા સ્નેહભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


 
                                    






