ન્યુ એરા ગ્લોબલ સ્કૂલને બાળકોને આપવામાં આવતા શિક્ષણ, મૂલ્યો અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્તરે 2 એવોર્ડ મળ્યા છે. સખત મહેનત, સમર્પણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિથી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ એ દેશની ૧૫ પ્રતિષ્ઠિત શાળાઓમાં સ્થાન મેળવ્યું છે.
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના જણાવ્યા અનુસાર, ન્યુ એરા ગ્લોબલ સ્કૂલને બાળકોને આપવામાં આવતા શિક્ષણ, મૂલ્યો અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્તરે ૨ એવોર્ડ મળ્યા છે. જેમાં ભારતભરમાંથી અનેક નામાંકિત શાળાઓએ પોતાના નામ નોંધાવ્યા હતા. જેમાથી, પસંદગી સમિતિએ આ પુરસ્કાર માટે કુલ ૧૫ શાળાઓની પસંદગી કરી હતી. આ સમારોહમાં નવી દિલ્હી મુકામે ગત તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ ભારત સરકારના મંત્રીઓ, સાંસદો, કેબિનેટ સચિવો, અધ્યક્ષ CBSE, IIT & IIM, ફેકલ્ટીઝ, અને ધણા મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલને શિક્ષણમાં નવીનતા, સ્પર્ધાત્મક યુગમાં બાળકોને તૈયાર કરવા અને ભારતીય સંસ્કૃતિ મુજબ નૈતિક મૂલ્યો સાથે સર્વાંગી વિકાસ કરવા બદલ શ્રેષ્ઠ શાળાનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે શાળાના ટ્રસ્ટી હાર્દિક પાડલીયાને પણ તેમના કાર્યક્ષમ વહીવટ, ઉત્તમ માર્ગદર્શન અને શૈક્ષણિક ક્ષેત્રે સફળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને ઇનોવાવિ લીડરશિપ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ શાળાકીય અને વ્યક્તિગત બે એવાર્ડ મેળવી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ રાષ્ટ્રીય સ્તરે મોરબીને ગૌરવ અપાવેલ છે.