રાજ્ય સરકાર દ્વારા નવેમ્બર 2024માં જંત્રીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જંત્રીના દરને લઈને 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેમજ યોગ્ય સમયે નવી જંત્રીના દર લાગુ કરાશે તેમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના દરો એક એપ્રિલ ૨૦૨૫ થી લાગુ કરવાની જાહેરાત કરી હતી.પરંતુ છેલ્લી ઘડીએ રાજ્ય સરકાર દ્વારા હાલ એક એપ્રિલથી જવી જંત્રી દર લાગુ કરવામાં આવશે નહિ તેવી જાહેરાત કરાઈ છે.જો કે નવી જંત્રીના દર યોગ્ય સમયે લાગુ કરવામાં આવશે તેમ પણ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના દરમાં વધારો કરવાની જાહેરાત નવેમ્બર 2024માં આવી હતી. પરંતુ અનેક પ્રશ્નોને લઈને હાલ જંત્રી ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે. હાલ મુખ્યત્ત્વે ત્રણ કારણોસર જંત્રીના નવા દર લાગુ ન કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં જિલ્લા પ્રમાણેના અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી અને બિલ્ડરો લોબીમાં નારાજગીને કારણે નવા દર લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. જો કે સરકાર દ્વારા યોગ્ય સમયે જંત્રી દર લાગુ કરવામાં આવશે તેમ જાહેર પણ કરવામાં આવ્યું છે.