Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

મોરબી જિલ્લામાં જે રીતે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કાર્યરત રહે છે અને નિઃશુલ્ક સેવા કરી રહી છે. તે જ રીતે ‘ખિલખિલાટ’ પણ મોરબી જિલ્લામાં સગર્ભાઓને ચેક અપ માટે ઘરેથી સરકારી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવાનું કામ કરી રહી છે. જેમાં માતા અને બાળકને પણ ચેકઅપ માટે ફ્રીમાં લઇ જવાય છે. તેમજ ડિલિવરી થયા બાદ સુરક્ષિત રીતે મા અને બાળકને ઘરે સુધી મૂકી જવાનું કામ કરી રહી છે. આ રીતે ‘ખિલખિલાટ’ માતા અને બાળકને સારી રીતે સાચવીને લઇ જાય-મૂકી જાય છે. ફેબ્રઆરી મહિનામાં આશરે ૨૦૦૦ જેટલા મહિલા લાભાર્થીઓએ ‘ખિલખિલાટ’નો લાભ લીધેલ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળ જેવા કે મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા, જેતપર-મચ્છુ, હળવદ આમ ટોટલ 7 જેટલી ‘ખિલખિલાટ’ કાર્યરત છે. જેમાં વધુ એક ખિલખિલાટ વાંકાનેર તાલુકામા વધારવામાં આવી છે. જેનું લોકાર્પણ વાંકાનેર સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. ફાલ્ગુની ત્રિવેદીએ કર્યું છે. જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડોક્ટર હરપાલસિંહ અને ઓર્થો સર્જન ડોક્ટર જીગ્નેશ તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ, 108 સ્ટાફ તેમજ ‘ખિલખિલાટ’નો સ્ટાફ હાજર રહેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!