મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવાની કામગીરી દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે શકત શનાળા ગામ પાસેથી ઢોરને ખવડાવવા રાખેલ મગફળી ના પાના માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલા (રહે શકત શનાળા ગામ તા.જી.મોરબી) પોતાના ઢોર બાંધવાના વાડામા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા વાડામાં આરોપી હાજર નહી મળી આવેલ તેમજ વાડામાથી ઢોરને ખવડાવવાના મગફળીના પાનામાથી ઇગ્લીશદારૂની રેડ લેબલ ગ્લેન્ડ સ્કોચ વ્હીસ્કીની ૫ બોટલો, સ્મીરનોફ વોડકા રીસીપ નં.૨૧ ની ૭૫૦ એમ એલની ૩૬ બોટલો, એબસોલ્ટ વોડકાની ૨૪ બોટલો, સીગ્નેચર રેર એજેડ વ્હીસ્કીની ૧૨ બોટલો તથા બેલેન્ટાઈન્સ ફિનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૨૪ બોટલો મળી કુલ ૧૦૧ બોટલોનો રૂ.૧,૩૮,૬૪૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.