દર વર્ષે શ્રી પરશુરામ જયંતિના દિવસે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીમાં નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવે છે.જે પરંપરા મુજબ વર્ષ ૨૦૨૫ – ૨૬ ના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ઉદયભાઇ જોશી, મહામંત્રી તરીકે વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી છે. શ્રી પરશુરામ યુવા ગ્રુપમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.