મોરબીના ભવાની ચોક સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ ખાતે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં આગામી બે વર્ષ માટે ટ્રસ્ટના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, ત્યારે પ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી થતા તેમને ટ્રસ્ટીઓએ શુભકામનાઓ પાઠવી હતી.
મોરબી શહેરના લખધીરવાસ ચોક નજીક આવેલા ભવાની ચોક સ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ખાતે તાજેતરમાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ટ્રસ્ટીઓ અને સભ્યોની હાજરીમાં આગામી બે વર્ષ માટે ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે ધ્યાનેશભાઈ રાવલની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહામંત્રી પદે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ પદે મધુસુદનભાઈ સી. ઠાકર તથા નીતિનકુમાર એ. પંડ્યા અને સહમંત્રી પદે સૂર્યકાંતભાઈ એસ. ઠાકર તેમજ ખજાનચી પદે નરેન્દ્રભાઈ બી. મહેતાની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.









