Saturday, January 10, 2026
HomeGujaratમોરબીમાં હોર્ડીંગ બોર્ડ માટે નવી પ્રક્રિયા અમલમાં: મંજૂરી વગરના બોર્ડ દૂર કરાશે

મોરબીમાં હોર્ડીંગ બોર્ડ માટે નવી પ્રક્રિયા અમલમાં: મંજૂરી વગરના બોર્ડ દૂર કરાશે

મોરબી મહાનગરપાલિકાએ શહેરની સુંદરતા, નિયંત્રિત વિકાસ અને કાયદેસર જાહેરખબર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ખાનગી જમીન અથવા મકાન પર હોર્ડીંગ બોર્ડ લગાવવા માટે નિયમિત પ્રક્રિયા અમલમાં મૂકી છે. મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડીંગ બોર્ડ તાત્કાલિક દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં વધતા હોર્ડીંગ બોર્ડ અને અનિયમિત જાહેરખબરને નિયંત્રિત કરવા મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરની સુંદરતા જાળવવા, શહેરી વિકાસને નિયંત્રિત રાખવા તેમજ ટ્રાફિક સલામતી અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે ખાનગી માલિકીની જમીન અથવા મકાન પર હોર્ડીંગ બોર્ડ લગાવવાની પ્રક્રિયા સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવી છે. મહાનગરપાલિકાની સૂચના અનુસાર હોર્ડીંગ લગાવવા ઇચ્છતા અરજદારોને માલિકીના દસ્તાવેજો, સ્થળની સંપૂર્ણ વિગતો તથા નિયત ફી સાથે મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં અરજી કરવી ફરજિયાત રહેશે. અરજી બાદ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ અને નિયમ મુજબ ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી મળ્યા પછી જ હોર્ડીંગ અથવા બોર્ડ લગાવવાની પરવાનગી આપવામાં આવશે.

હોર્ડીંગ બોર્ડની ઊંચાઈ, માપ અને સ્થાન ટ્રાફિક વ્યવસ્થા, માર્ગ સલામતી અને શહેરી સુરક્ષાના નક્કી કરેલા ધોરણો અનુસાર જ મંજૂર કરવામાં આવશે. મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડીંગ બોર્ડ ગેરકાયદેસર ગણાશે અને તેવા બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમજ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરી કાયદેસર રીતે હોર્ડીંગ લગાવે અને મોરબી શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત રાખવામાં સહકાર આપે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!