મોરબી જિલ્લામાં ખાસ પ્રકારના વાહનો માટે આગામી તારીખ ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ GJ-36-S ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પસંદગીના નંબર મેળવવા અંગે ઇચ્છુક અરજદારો માટે નિયત ફી રૂ. ૮૦૦૦/-, ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. ૪૦૦૦૦/- તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૧૫૦૦૦/- રાજ્ય સરકારે નક્કી કરી છે.
માહિતી મોરબીના જણાવ્યા અનુસાર, ગોલ્ડન નંબરની સિરીઝ માટે 1, 5, 7, 9,11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9009, 9090, 9099, 9909, 9990, 9999 જેના માટે રૂ. ૪૦૦૦૦/- ફી છે. જયારે સિલ્વર નંબરની સિરીઝ માટે 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001,1008,1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181- માટે રૂ.૧૫૦૦૦/- ફી છે. જયારે આ સિવાયના અન્ય નંબરો માટે રૂ. ૮૦૦૦/- ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઈ-ઓક્શનથી જ કરવામાં આવશે. GJ-36-S સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે અરજીમાં જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલી હોય તેવા જ ફોર્મને પસંદગીના નંબર માટે ધ્યાનમાં લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે આગામી તારીખ ૨૭/૦૧/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાકથી આગામી તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી https://parivahan.gov.in/fancy/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આગામી તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાકથી આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે.
આગામી તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ-ઓક્શનનું પરિણામ જાહેર થશે. જે પરિવહનની વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધી શકાશે નહીં. વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર લોગઈન કરીને વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ઈ-ઓક્શનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફ્ટવેરમાં તથા અન્ય કોઈ ટેક્નિકલ અનિયમિતતા ઉભી થશે તો તેનું યાંત્રિક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ બે દિવસમાં ઈ-પેમેન્ટ દ્વારા ચુકવણું કરવાનું રહેશે. સફળ અરજદારોએ સુનિયત સમય મર્યાદામાં બીડની રકમનું ઈ-પેમેન્ટ કરીને ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરી-મોરબી ખાતે જમા કરાવવાનું રહેશે. તેમ કરવામાં અરજદાર નિષ્ફ્ળ જાય તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ ઈ-પેમેન્ટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે. વાહન માલિક પોતાની બીડ જણાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. જેની સર્વે અરજદારોએ ખાસ નોંધ લેવી. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જણાવવામાં આવ્યું છે.