Friday, October 31, 2025
HomeGujaratશ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન

શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન

મોરબીની ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ના અવસર ઉપર ૯ નવેમ્બર રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે સ્નેહમિલન તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધાયેલા સભ્યોને ૧ થી ૮ નવેમ્બર વચ્ચે ભોજન પાસ મેળવવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના આયોજન મુજબ વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષની ઉજવણીના અવસર ઉપર જ્ઞાતિના નોંધાયેલા સભ્યો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૯ નવેમ્બર ૨૦૨૫ રવિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. કાર્યક્રમનું સ્થળ જ્ઞાતિની ભોજનશાળા (વાડી) વાંકાનેર દરવાજા પાસે સબજેલ આગળ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટી મંડળે જણાવ્યું છે કે, કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા માટે ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યો જ ભાગ લઈ શકશે. જે સભ્યો ઉપસ્થિત રહેવા ઇચ્છે છે તેઓએ દિનાંક ૧ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધી ભોજન પાસ મેળવવાના રહેશે. પાસ મેળવવાનો સમય સવારના ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટી મંડળે સભ્યોને સમયસર પાસ મેળવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવા વર્ષની ઉજવણી મનાવવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!