બાળરોગ ક્રિટિકલ વિભાગમાં વેન્ટીલેટર સપોર્ટ ઉપર રહેલ તાજા જન્મેલ બાળકની સફળ સારવાર
મોરબીની આયુષ હોસ્પિટલમાં NICU(નવજાત ઇન્ટેન્સિવ કેર યુનિટ) વિભાગે વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. અધૂરા માસે અને ઓછા વજન સાથે જન્મેલા, શ્વાસની ગંભીર તકલીફ અને ન્યુમોનિયાથી પીડિત બાળકને વેન્ટિલેટર સપોર્ટ અને વિશિષ્ટ સારવાર આપીને સંપૂર્ણ સ્વસ્થ કરવામાં આવ્યું છે.
જેમાં બાબો સિંધાભાઈ બાળકનો જન્મ થયો ત્યારે બાળક કાચું હતું અને ઓછા વજનનું બાળક હતું તેમજ જન્મ સમયથી જ બાળકને ખુબજ શ્વાસની તકલીફ હતી અને એક્સરેમાં પણ જાણવા મળ્યું કે તેમને ન્યુમોનિયા જેવી તકલીફ જાણવા મળી અને લોહી રિપોર્ટમાં પણ ખુબજ ચેપનો ભાગ જણાયો આટલા માટે બાળકને જન્મથી જ વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી, શ્વાસની તકલીફ વધારે હોવાથી બાળકને ૧૫ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી તેમાં શ્વાસનું મોટું મશીન (HFO ventilator) માં પણ રાખવાની જરૂર પડી હતી અને આશરે દોઢ મહિના સુધી NICU માં સારવાર ચાલ્યા બાદ પીડિયાટ્રિક ટીમની મેહનતથી બાળકને સાજું કરાયું અને રજા અપાઈ. અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે. બાળકના પરિવારજનો દ્વારા ડોક્ટર તથા NICU ટીમનો આભાર માન્યો હતો.