Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના નવનિયુક્ત શહેર પ્રમુખનું યુવા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં...

વાંકાનેર ચુવાળીયા ઠાકોર સમાજના નવનિયુક્ત શહેર પ્રમુખનું યુવા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું

તાજેતરમાં ચુવાળીયા ઠાકોર સમાજની કારોબારી સભ્યોની મળેલ બેઠકમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં છેલ્લા દસ વર્ષથી વાંકાનેર શહેર ચુવાળીયા ઠાકોર સમાજના ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા જયંતિભાઈ મદ્રેસાણીયાની શહેર પ્રમુખ તરીકે નિમણુંક થતા સમાજના યુવા આગેવાનો દ્વારા સાલ ઓઢાડી તેમજ તલવાર આપી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઠાકોર સમાજના નવનિયુક્ત પ્રમુખ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેમના દ્વારા અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે, વ્યસન મુક્તિ અભિયાન, સમૂહ લગ્ન, તેમજ સરકારી નોકરી અંગેના કોચિંગ કલાસ, તેમજ સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે એ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવામાં આવશે ઉપરાંત હાલમાં વાંકાનેરમાં વેલનાથ એજ્યુકેશ એન્ડ ટ્રસ્ટ દ્વારા વેલનાથબાપુના મંદીર ખાતે સો જેટલા વિદ્યાર્થીઓને જમવા રહેવાની સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ત્યારે આજે વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ સંત શ્રી વેલનાથ બાપુના મંદિર ખાતે ઠાકોર સમાજમાં યુવા આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમાજના વોર્ડ નં ૭ ના પ્રમુખ રમેશભાઈ કણઝરીયા, ધીરુભાઈ દેગામા, મનસુખભાઈ માણસૂરિયા, સામજીભાઈ સરાવાડિયા, પ્રવિણભાઈ, ભગવાનજીભાઈ પરમાર, ચેતનભાઈ જોગડીયા, રામ માણસૂરિયા, રમેશભાઈ માણસૂરિયા (તીથવા) અનિલભાઈ, રૂખડભાઈ માણસૂરિયા તેમજ શિવસેના વાંકાનેર શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ અને પત્રકાર મયુરભાઈ ઠાકોર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
તેમજ આ પ્રસંગે ઠાકોર સમાજના નવમીયુક્ત પ્રમુખ જેન્તિભાઈ દ્વારા જ્ઞાતિ આગેવાન રમેશભાઈ માણસુરીયા, વાંકાનેર શિવસેના પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, તાલુકા શિવસેના પ્રમુખ મયુરભાઈ ઠાકોર, તેમજ જ્ઞાતિના યુવા આગેવાન રૂખડભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!