Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના પરશુરામ ધામ ખાતે ૩૭ સંસ્થાઓ દ્વારા નવનિયુકત ધારાસભ્યો અને પત્રકાર એસોસિયેશનના...

મોરબીના પરશુરામ ધામ ખાતે ૩૭ સંસ્થાઓ દ્વારા નવનિયુકત ધારાસભ્યો અને પત્રકાર એસોસિયેશનના હોદ્દેદારો અને સભ્યોના સન્માન કરાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અને તેમની ટીમ દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં યોજાય ચૂંટણીમાં વિજેતા બનેલા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ તાજેતરમાં પત્રકાર એસોસિએશન-મોરબીના નવ નિયુક્ત હોદ્દારો અને તમામ સભ્યોના સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના કલેક્ટર સહિત બ્રહ્મ સમાજના આગેવાનો જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં બંધુ-ભગીનીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પરશુરામ ધામ મોરબી ખાતે જિલ્લાના ચારેય ધારાસભ્યો અને મોરબી પત્રકાર એસોસિએશનના નવનિયુક્ત હોદેદારો તેમજ તમામ સભ્યોનો સન્માન સમારંભ સાથે કાંતિલાલ અમૃતીયાની સાકરતુલાનો કાર્યક્રમ યોજાયો હતો.પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, ધારાશાસ્ત્રી વિજયભાઈ જાની, મોમ્બાસાથી પધારેલા સુરેશભાઈ પંડ્યા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મોરબી પત્રકાર એસોસિયેશનના નવનિયુક્ત હોદ્દેદારો જેમા પ્રમુખ હીમાંશુભાઈ ભટ્ટ મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ હરનિશ જોશી, સહમંત્રી ઋષિભાઈ મેહતા, ખજાનચી પંકજભાઈ સનારિયા તેમજ સભ્યો સુરેશભાઈ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, અતુલભાઈ જોશી, જીગ્નેશભાઈ ભટ્ટ, રવિ ભડાણીયા, ભાસ્કર જોશી, અલ્પેશ ગોસ્વામી અને આર્યન સોલંકીનું પરશુરામ ધામ ટ્રસ્ટ તરફથી સન્માનીત કરવાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ડો.અનિલભાઈ મેહતા, હસુભાઈ પંડ્યા, ભરતભાઈ ઓઝા, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, ધ્યાનેશ રાવલ, મુકુંદરાય જોશી, હાર્દિકભાઈ વ્યાસ, હરેશભાઈ પંડયા, સુરેશભાઈ જોશી તેમજ મોરબી, માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ બ્રહ્મસમાજના ભૂદેવો ઉત્સાહ પૂર્વક રીતે જોડાયા હતા. અને આ કાર્યક્રમનુ સફળ સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!