વાંકાનેર: ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને જીલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી સાથે ચર્ચા કરી વાંકાનેર શહેર ભાજપ મંડળના હોદેદારોની નવી નિમણૂક કરવામાં આવી છે. આગામી રાજકીય કાર્યકાળ માટે મંડળના અધ્યક્ષ તરીકે દીપકભાઈ સામજીભાઈ પટેલ (રવાણી)ની નિયુક્તિ કરવામાં આવી છે અને સાથે અન્ય હોદેદારોની પણ ઘોષણા કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની યાદીમાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા તથા મોરબી જીલ્લાના પ્રભારી હિતેષભાઈ ચૌધરીએ વાંકાનેર શહેરમાં સ્થાનિક મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ મંડળની નવી ટીમની નિમણૂક કરવામાં આવી છે. આગામી સંગઠન કાર્યને વધુ મજબૂત બનાવવાના હેતુથી વાંકાનેર શહેર ભાજપ મંડળમાં અધ્યક્ષ તરીકે દીપકભાઈ સામજીભાઈ પટેલ (રવાણી)ની નિમણૂક કરવામાં આવી છે. ઉપાધ્યક્ષ તરીકે અલ્પેશ બળવંતભાઈ પટેલ, ચેતન મેરૂભાઈ ટમારીયા, ભરતભાઈ પ્રભુભાઈ દેગામા, સરોજબેન ભીખુગીરી ગોસ્વામી, રાઘવજીભાઈ ખીમજીભાઈ નાગવાડિયા અને નયનાબેન ગંભીરસિંહ પરમારની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી પદે દીપકસિંહ તખતસિંહ ઝાલા અને અમિતકુમાર કિશોરચંદ્ર શાહની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. મંત્રીઓ તરીકે ભાનુમતીબેન નવીનચંદ્ર બરાસરા, રમેશ બચુભાઈ મકવાણા, કુલદીપ ગાંડુભાઈ ડાભી, ચેતનાબેન બકુલભાઈ મહેતા, પાર્થ જયંતીલાલ રાવલ અને શાંતાબેન વિનોદભાઈ વિંજવાડિયાની નિમણૂક કરવામાં આવી છે. ખજાનચી તરીકે અરુણ મોહનભાઈ મહાલીયાને જવાબદારી સોંપવામાં આવી છે.