માળીયા મી.ના ચાંચાવદરડા ગામના ખેડૂતોએ એન.એચ.એ.આઈ. હાઇવે બાબતે વાંધા તથા પ્રશ્નોને લઈ મોરબી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી હતી.
ખેડૂતોએ પાઠવેલ આવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ માળીયા મી.ના ચાંચાવદરડા ગામનાં એન.એચ.એ.આઈ. દ્વારા કપાત જમીનમાં હિત સંબંધિત ખેડૂતો છે. ભારત સરકારના તા.31-05-2023ના ન્યુઝ પેપરમાં થયેલ ઘ ગેજેટ ઓફ ઇન્ડિયાના આધાર તેઓના વાંધા/પ્રશ્નો છે. ખેડૂતોએ પોતાના વાંધા/પ્રશ્નો જણાવતા કહ્યું હતું કે, આપે જે એન.એચ.એ.આઈ.દ્વારા હાઇવે નીકળે છે જેની એક કિલોમીટર સમકક્ષ એરિયામાં અગાઉથી જ મોરબી નવલખી હાઇવે આવેલ છે. જે ટુ લાઈન છે. તથા સરકાર દ્વારા ફોનલેન પાસ થયેલ છે. જેથી બીજા કોઈ નવા હાઈવેની જરૂરિયાત નથી., ચાંચાવદરડાની એન.એચ.એ.આઈ. હાઇવેમાં કુલ ખેતી લાયક ઉપજાવ જમીન અંદાજે 22,1934 હેક્ટર આ છે. જેમાં અમો કુલ કર ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. પરંતુ આ પૈકીની કુલ કેટલી જમીન કપાત થાય છે. તે જણાવવા વિનંતી., ભારત સરકારના તા.31-05-2023ના ગુજરાત સમાચાર ન્યુઝ પેપરમાં છાપેલ ઘ ગેજેટ ઓફ ઇન્ડિયાનાં આધારે કપાત જમીનના સર્વે નંબર ખંડમાં દર્શાવેલ છે.જે પૈકી ભાગો ક્યાં ક્યાં તેની જાણ થાય તેમ નથી તો અમોને પૈકી ભાગોમાં કેટલઈ જમીન કપાત છે. તે પૈકી ભાગો વાળું લિસ્ટ સાતમાં અમોને આપવા વિનંતી.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના તા.31-05-2023ના ન્યુઝ પેપરમાં છાપેલ ઘ ગેજેટ ઓફ ઇન્ડિયાનાં આધારે કપાત જમીનનાપૈકી ભાગો દર્શાવેલ નથી તથા કપાત જમીનનું વળતર કેટલું ચૂકવાશે તે 7 દિવસ માં જણાવવા વિનંતી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, અમોને બીજા કોઈ નવા હાઈવેની જરૂરિયાત નથી તથા અમો દ્વારા મંગાવામાં આવેલ માહિતી સત્વરે આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. અમારા આ વાંધા-પ્રશ્નો આપ સરકારના ધ્યાને દોરી સત્વરે કોઈ નિરાકરણ કરવામાં નહિ આવે તો અમો તમામ હિત સંબંધિત ખેડૂત મિત્રોને સાથે રાખી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.