Wednesday, March 19, 2025
HomeGujaratમોરબી જિલ્લા આરોગ્ય વિભાગના NHM કર્મચારીઓ આવતીકાલે માસ સીએલ પર ઉતરશે:પડતર માંગણીઓને...

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના NHM કર્મચારીઓ આવતીકાલે માસ સીએલ પર ઉતરશે:પડતર માંગણીઓને લઈ ધરણા

ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતા છે. ત્યારે હવે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના NHM કર્મચારી આવતીકાલે એક દિવસ માસ CL અને ધરણા કરશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના NHM કર્મચારી આવતીએકલે તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવારના રોજ પડતર માંગણીને લઇ એક દિવસ માસ CL અને ધરણા કરશે. જેમાં ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ NHM કર્મચારીઓ પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓ અન્વયે એક દિવસ માસ CL મૂકી ગાંધીનગર ખાતે ધરણા કરશે. જ્યાં તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે કે, તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારાના પરિપત્રમાં NHM કર્મચારીના બેઝ પે માં થયેલ વિસંગતા તાત્કાલિક દૂર કરવામાં આવે, તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારાના પરિપત્ર માં ઇન્ક્રીમેન્ટ ૫% લેખે મળેલ છે તે વધારી ને ૧૫% કરવામાં આવે, તા. ૧૫/૧૧/૧૮ તેમજ તા ૧૬/૦૩/૨૪ ના પરિપત્રમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં આવેલ નથી તેનો અમલ કરવામાં આવે, પ્રસુતિના રજા ૧૮૦ દિવસની મળે છે. જેમાં ૯૦ દિવસ પગારી અને ૯૦ દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી ૧૮૦ દિવસ કરી આપવામાં આવે, NHM કર્મચારી ને EPF લાભ આપવામાં આવે, કોવિડ ૧૯ ના સમય ગળા દરમિયાન ૧૩૦ ના પગાર કરી આપવામાં આવે, NHM કર્મચારીને જિલ્લા બદલી કરી આપવામાં આવે, તથા NHM કર્મચારીઓને મૃત્યુ સહાય પેઠે ૨ લાખ મળે છે જે વધારીને ૧૦ લાખ કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!