Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેરમાં નાઈટ ટી-શર્ટ પેન્ટ ભરેલ ઈક્કો કારની થઈ ઉઠાંતરી

વાંકાનેરમાં નાઈટ ટી-શર્ટ પેન્ટ ભરેલ ઈક્કો કારની થઈ ઉઠાંતરી

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે ચોરી-લૂંટફાટના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે પોલીસની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી વાંકાનેરમાં એક નાઈટ ટી-શર્ટ પેન્ટ ભરેલ ઈક્કો કારની ઉઠાંતરી થઇ હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રહેવાસી યોગેશ પ્રવિણભાઈ મચ્છોયા તેની GJ-36-R-6911 નંબરની ઈક્કો કાર ગઈકાલે તેમના ઘરની બહાર પાર્ક કરી જતા રહ્યા હતા. જેમાં રૂ.૧,૫૦,૦૦૦/- નો નાઈટ ટી-શર્ટ પેન્ટનો માલ ભરેલો હતો. ત્યારે એક તસ્કરે રેકી કરી અને તકનો લાભ ઉઠાવી રૂ.4,00,000ની ઈક્કો કાર તેમજ તેમાં રહેલ રૂ.૧,૫૦,૦૦૦/- નો માલ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે બનાવની જાણ થતા જ યોગેશ પ્રવિણભાઈ મચ્છોયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!