Friday, April 26, 2024
HomeGujaratમોરબી સીરામીક મેન્યુકેક્ચર એસો.ના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા નિલેશ જેતપરિયા

મોરબી સીરામીક મેન્યુકેક્ચર એસો.ના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા નિલેશ જેતપરિયા

મોરબી સીરામીક મેન્યુકેક્ચર એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સ્વૈચ્છિક રાજીનામુ આપતા એસોસિએશન તમામ સભ્યોનો આભાર માની જણાવ્યું હતું કે ત્રણ ટર્મ થી તમે મને પ્રમુખ તરીકે જે રીતે બિનહરીફ ચુંટી આ ગૌરવવંતા સ્થાન પર બેસાડવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં મારો કાર્યકાળ પુરો થાય છે અને મારી અંગત જવાબદારીઓને કારણે સ્વૈચ્છિક રીતે આ જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી છે જેથી ઉદ્યોગ અને ટ્રેડના હિતમા નિર્ણય લઈ શકે તેવા અભ્યાસુ નવા પ્રમુખની વરણી કરવાની આવશ્યકતા છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં એસોસીએસનનુ કદ મોટુ હોંવાથી હવે દેશ વિદેશોની પોલીસી તેમજ સરકાર વહિવટીતંત્ર અધિકારીઓ તેમજ સામાજીક રીતે પણ સંબંધો સાથે આગળ વધવાનુ હોઇ આશા રાખું છુ કે નવા પ્રતીનિધીત્વમાં એજ્યુકેટેડ અને નવયુવાન પ્રમુખ આવે અને દરરોજના અડધા દિવસ આપવાની તૈયારી સાથે આવે જેથી કરીને આ ટ્રેડને ન્યાય આપી શકાય. સાથે સાથે કુંડારીયા સાહેબ , પ્રફલભાઇ , કિરીટભાઇ મુકેશભાઇ ઉઘરેજા , તેમજ કિશોરભાઇ, મુકેશભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ભાડજાની સાથે રહીને કામ કરવા માટે પ્રેમ અને નવો અનુભવ પણ આવકારદાયક છે. આ ટ્રેડ વિશ્વના પ્રથમ સ્થાને પહોંચવા માટે બહુ દુર નથી ત્યારે આવનાર પડકારો, કાયદાકીય જ્ઞાન , વૈશ્વિક વેપાર સમજણ તેમજ નેતૃત્વ કરી શકે તેવા પ્રમુખને આ ટ્રેડને જરૂરીયાત હોવાથી આગામી પ્રમુખ પોતાના અંગત સ્વાર્થથી પર રહી અને ટ્રેડ ના હિત માટે આવે તે જરૂરી છે. આ ટ્રેડના દીર્ધદ્રષ્ટિ નેતૃત્વ કરે તેવા વ્યકિતને પ્રમુખપદે બેસાડીને મોરબીના સિરામીક ઉધોગના વિકાસને આગળ લઇ જવા કટીબધ્ધ થઈએ તેમ અંતમાં મોરબી સીરામીક મેન્યુકેક્ચર એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!