Saturday, December 21, 2024
HomeGujaratસીજીએસટી ઝોન માટે ઝોનલ ‘ફરિયાદ નિવારણ સમિતિ’ માં નિલેષ જેતપરિયાની નિમણુક કરાઈ

સીજીએસટી ઝોન માટે ઝોનલ ‘ફરિયાદ નિવારણ સમિતિ’ માં નિલેષ જેતપરિયાની નિમણુક કરાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ સીજીએસટી ઝોન માટે ઝોનલ ‘ફરિયાદ નિવારણ સમિતિ’ ની રચના કરવામા આવેલ છે અને તેમા જીએસટી સંબંધિત મુદ્દાઓ પર કરદાતાઓની ફરિયાદોને દૂર કરવા માટે તેમજ ઔધોગિક પ્રશ્ર્નો અને તેને વાચા આપવા માટે જીએસટી ની રાજ્યકક્ષાની કમીટી મા મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા નો પણ સમાવેશ થતા ગૌરવ ની લાગણી અનુભવીયે છીયે આ તકે જણાવવાનુ કે આ કમીટી મા કુલ -૨૩ મેમ્બર મા થી મેન્યુફેક્ચરર કરતા હોય તેવા ફકત બે જ એશોસીએસન તેમજ ૧૩ જુદા જુદા ચેમ્બર અને એશોસીએસન નો સમાવેશ કરવામા આવ્યો છે જેમા ઉત્પાદક એશોસીએસન મા સ્પીનીંગ તેમજ સિરામીક એશોસીએસન ને લેવામા આવ્યા છે ત્યારે મોરબી જીલ્લા ને પ્રથમ વખત જ કમીટી મા સ્થાન મળતા મોરબી જીલ્લા ના જીએસટી ને લગતા સજેશનો તેમજ પ્રશ્નો માટે વાચા મળશે અને જીએસટી અને ઉધોગો વચ્ચે સુચારૂ સંકલન થશે ત્યારે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયા ની નિમણુક બદલ મોરબી સિરામીક એશોસીએસન ગૌરવ ની લાગણી અનુભવે છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!