Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં કારણભૂત નવ આરોપીની ધરપકડ:પૂછપરછમાં જેનું નામ ખુલશે તેની...

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં કારણભૂત નવ આરોપીની ધરપકડ:પૂછપરછમાં જેનું નામ ખુલશે તેની પણ ધરપકડ કરવામાં આવશે

મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય થતા આશરે ૧૩૪થી વધુ લોકોના મૃત્યુ થયા છે તથા 100 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી છે. જે બાબતે પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ નવ લોકોની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધરાશાય થતા પુલ ઉપરના આશરે ૨૫૦ થી ૩૦૦ જેટલા પર્યટનો મચ્છુ નદીના પાણીમાં પડી જવાથી તેઓને બચાવ તથા રાહત કાર્ય તાત્કાલીક કરવા સરકાર તરફથી સુચના કરાતા તેમજ બનાવની ગંભિરતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ બનાવ સ્થળની વિઝીટ લઇ તેમજ ઇજાગ્રસ્તોને અસરકારક અને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તથા પોલીસ તંત્રને સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ તથા અન્ય વહીવટી તંત્ર, નગરપાલીકા, સામાજીક સંસ્થાના માણસો તથા સેવા ભાવી તરવૈયાઓ દ્વારા તેમજ હોડકા, દોરડા રસ્તા મારફતે બચાવ અને રાહત કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરાવી ૧૦૮ તથા સરકારી/નગી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલીક મોરબી સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં સારવાર અર્થે મોકલવા તજવીજ કરેલ હતી.

ઝૂલતા પુલનું અવારનવાર સરકાર દ્વારા અલગ અલગ ખાનગી એજન્સીઓ મારફત સમારકામ, મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે સોપી લોકોનું આનંદપ્રમોદનું સ્થળ કાર્યરત રાખવામાં છેલ્લા આઠેક માસથી મેન્ટેનન્સ અર્થે આ પુલ બંધ હતો. જે ઝૂલતા પુલનું મેન્ટેનન્સ, સમારકામ પૂર્ણ થતા ગત તા.૨૬/૧૦/૨૦૨૨ના રોજ લોકો માટે પુલ ખુલ્લો મુકવામાં આવેલ હતો. તાજેતરમાં દિવાળીના તહેવારના દિવસો અનુસંધાને લોકોની વધુ ભીડ રહેતી હોય અને ગઈકાલે પુલ મેંન્ટેનન્સના તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાસાઈ થયેલ હોય જેથી આ બાબતે સરકાર તરફથી મોરબી સીટી બી ડિવીઝન પીલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ફરીયાદી બન્યા હતા જેઓએ મચ્છુ નદિ પર આવેલ ઝુલતા પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓ વિરૂધ્ધ ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવ્યો હતો.

બનાવની ગંભીરતા તેમજ સરકારની સુચના અનુસાર રાજકોટનાં રેન્જ IG અશોકકુમાર યાદવે બનાવમાં સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરવા મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબનાઓને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાને સોપી ગુનામાં સંડોવાયેલ જવાબદારો વિરૂધ્ધ તાત્કાલીક અસરકારક કામગીરી કરી હસ્તગત કરવા અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલ જવાબદારો પૈકી દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપીયા, માદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ કુલ-૯ ઇસમોને ગણતરીના કલાકોમાં હસ્તગત કરવામાં સફળતા મેળવી છે. જે ઇસમો વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ સંડોવાયેલ વધુ ઇસમો વિરૂધ્ધ એક એસ.એલ. તથા એસ.આઇ.ટી. ની સુચના અને માર્ગદર્શન મુજબ સચોટ પુરાવા મેળવી વધુ આરોપીઓ હસ્તગત કરવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!