મોરબી જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક અતુલકુમાર બંસલે મોરબી જીલ્લામાં ચાલતી જુગારની બદીને સદંતર નાબુદ કરવા અંગે પોલીસ અધિકારીઓને જણાવેલ છે. જેને વાંકાનેર પોલીસે લઈ પોલીસે ગઈકાલે બે અલગ અલગ સ્થળે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં-૩નાં ખુણે કબ્રસ્તાન પાસે અમુક ઈસમો ગોળ કુંડાળું વળી ગેરકાનૂની રીતે તીનપતીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા અમરશી સગ્રામભાઇ ઉધરેજા, બાબુ પોપટભાઇ વાકીયા, સતીષ બટુકભાઇ જોગડીયા, અજય મહેશભાઇ રાઠોડ અને વીજય વ્રજલાલ કારીયા નામના કુલ 5 ઈસમો ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે કુલ રૂ.૧૭,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડા અંગેની મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે, વાંકાનેરનાં નવાપરા દેવીપુજક વાસ ભઠ્ઠા પાસે જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પર જુગાર રમતા રાજેશ પથુભાઇ વીરમગામિયા, રણજિત મગનભાઇ સોંલકી, શાંતીલાલ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ ચારોલિયા અને પ્રકાશ રાજુભાઇ ચારોલિયા નામના શખ્સો ઝડપાયા હતા. જેમની પોલીસે અટકાયત કરી તેમની પાસે રહેલ રૂ.૧૨,૩૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ વાંકાનેર સીટી પોલીસે તામામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.