મોરબીની મોચી શેરીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૩૭,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી એ ડીવીઝન ટીમે મોચી શેરીમાં રહેતા વિશાલ ભરત મકવાણાના રહેણાંક મકાનમા દરોડો કર્યો હતો જેમાં મકાનમાં જુગાર રમતા વિશાલ ભરત મકવાણા, રાકેશ બુધાભાઈ રાવ, તરુણ નરશીભાઈ મારૂ, કિશન રમેશભાઈ કૈલા, હીરાભાઈ બાબુભાઈ માંગુડા, હાર્દિક ભરતભાઈ મકવાણા, વિજય નાગજીભાઈ રાવા, અમિત મનોજભાઈ રાતડીયા અને કુલદીપ ધીરૂભાઈ ચૌહાણ એમ નવને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૭,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે