ટંકારા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉનમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તિના જુગારની બાઝી માંડી બેઠેલા ૯ કેટલા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસની રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીઓમાં રાજેશભાઈ નાનજીભાઈ બારૈયા ઉવ.૩૯ રહે. દ્વારકાધીશ જીન પાસે ટંકારા, મહેબુબભાઈ ગનીભાઈ પીલુડીયા ઉવ.૩૨ રહે. આશાબા પીરની દરગાહ પાસે ટંકારા, નાશીરભાઈ હુશેનભાઈ મેસાણીયા ઉવ.૨૬ રહે. સંધીવાસ ટંકારા, આસીફભાઈ હાજીભાઇ જુણાચ ઉવ.૪૦ રહે.મેમણશેરી ટંકારા, અવેશભાઈ આદુભાઇ અબરાણી ઉવ.૨૭ રહે.સરકારી હોસ્પિટલ સામે ટંકારા, ઉસ્માનભાઈ ગનીભાઈ મકવાણા ઉવ.૨૫ રહે.સંધીવાસ ટંકારા, જગદીશભાઈ નાનજીભાઈ વાઘેલા ઉવ.૨૫ રહે. ગામ પીઠળ જી. મોરબી, દેવજીભાઈ રમેશભાઈ ખાંભડીયા ઉવ.૨૫ રહે.ગામ મોટા ભેલા તા. માળીયા, અજયભાઈ વિરજીભાઈ વાઘેલા ઉવ.૨૩, રહે.કોઠારીયા રોડ નદીના સામા કાંઠે ટંકારા વાળાને રોકડા રૂ.૮૬,૮૫૦/-સહિતના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.