વાંકાનેરના લાકડધાર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્સોને રોકડા રૂ.૩૬,૫૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારનું મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે લાકડધાર ગામે દરોડો પાડી ગામના રોડ સામે આવેલ રાજુભાઈ માલકીયાની દુકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જયદીપભાઇ ધીરૂભાઇ જોગરાજીયા ઉવ.૨૨, રણછોડભાઇ વીહાભાઇ અણીયારીયા ઉવ.૨૫, સુરેશભાઇ રમેશભાઇ ધોરીયા ઉવ.૨૩, કાનજીભાઇ સાદુરભાઇ માલકીયા ઉવ.૩૦, રણછોડભાઇ લખમણભાઇ માલકીયા ઉવ.૪૩, લાલજીભાઇ મશરૂભાઇ અણીયારીયા ઉવ.૨૫, દેવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ હીરાભાઇ માલકીયા ઉવ.૪૦, વાઘજીભાઇ ચકુભાઇ અણીયારીયા ઉવ.૩૭, લખમણભાઇ જીવાભાઇ બાવળીયા ઉવ.૫૮ રહે. બધા લાકડધાર ગામને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩૬,૫૦૦/- સાથે ઝડપી લેવાયા હતા.