છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ધ ફર્ન હોટલ સામેના ભાગે ટ્રક પાર્કીંગ પાછળ અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા સાકીરભાઇ રમજાનભાઇ શેખ (રહે.કાંતીનગર જુબેદામસ્જીદ પાસે માળીયા ફાટક નજીક મોરબી) તથા મનોજભાઇ હમીરભાઇ શેખા (રહે.શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મોરબી)ને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમેં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર કાવેરી સિરામિક પાસે જાહેરમાં ગેરેજ પાસે રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા હાજીભાઇ ઉમરભાઇ જામ (રહે.ઇંદિરાનગર વાંજાબાપાની ડેરી પાસે મોરબી-૨) તથા જુસબભાઇ મામદભાઇ મોવર (રહે.શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મોરબી)ને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧,૧૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ખેવારીયા ગામે આવેલ ખેવારીયા ગામે રામજી મંદિર પાસે શેરીમાં અમુક લોકો જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજભાઇ જોષી (રહે.વાવડી રોડ ભગવતી-૦૪ મોરબી-૦૧ મુળ ગામ ખેવારીયા તા.જી:-મોરબી), રમેશભાઇ બચુભાઇ કાલરીયા (રહે.ખેવારીયા ગામ તા.જી.મોરબી), ગોરધનભાઇ અવચરભાઇ રાજપરા (રહે.ખેવારીયા ગામ તા.જી.મોરબી), ભીખુભા બાપુભા જાડેજા (રહે.ખેવારીયા ગામ તા.જી.મોરબી) તથા રાજેશભાઇ જેઠાભાઇ પ્રજાપતી (રહે.ખેવારીયા ગામ તા.જી.મોરબી)ને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૧,૨૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.