મોરબી શહેરમાં લાતી પ્લોટ વિસ્તાર તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરની લોબીમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા ૯ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
સીટી એ ડિવિઝનના જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરની લોબીમાં જાહેરમાં જુગાર રમી રહેલા કિશોરભાઇ હરજીવનભાઇ રાઠોડ ઉવ.૪૯ રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૧૨ રૂમ નં.૨૦૫ મોરબી, જયદિપભાઇ પ્રવિણભાઇ દેવાયતકા ઉવ.૨૪ રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૧૨ રૂમ નં.૩૦૮ મોરબી, રાજેશભાઇ શાંતીલાલ રાવલ ઉવ.૪૦ રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૧૨ રૂમ નં.૧૦૭ મોરબી, નિરવ ઉર્ફે લાલો સુભાષભાઇ મીરાણી ઉવ.૩૧ રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં.બી-૧૨ રૂમ નં.૨૦૪ મોરબી, નરેશભાઇ નાનજીભાઇ જસાપરા ઉવ.૩૮ રહે.મહેન્દ્રનગર રામેશ્વર પાર્ક સોસાયટી મોરબી, મુકેશભાઇ અરજણભાઇ જાદવ ઉવ.૩૨ રહે.બોરીયા પાટ્ટી ધુળકોટીયાની વાડી મોરબી તથા હસમુખભાઇ નારણભાઇ કંજારીયા ઉવ.૪૧ રહે.વાવડી રોડ બાયપાસ ચોકડી પાસે રંગાણીની વાડીવાળા ને કુલ રૂ.૨૦,૭૫૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જ્યારે બીજા દરોડામાં શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લક્ષ્મી ચેમ્બર નીચે ગ્રાઉન્ડમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા અનીલભાઇ હરીભાઇ ઠક્કર ઉવ.૬૬ રહે.લોટસ એપાર્ટમેંટ રવાપર રોડ તથા હનીફભાઇ મામદભાઇ રંજા ઉવ.૫૨ રહે.વાવડી રોડ સુભ સોસાયટીવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૨,૦૮૦/-જપ્ત કરી બંને સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.