સુરેન્દ્રનગર જીલ્લા એસ.પી. ડૉ.ગીરીશ પંડયાએ જીલ્લામાં પ્રોહી જુગાર નેસ્ત નાબુત કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે કામગીરી કરતા દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ધ્રુમઠ ગામની સીમમા જાહેરમા જુગાર રમતા કુલ નવ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા લગ અલગ ટીમો બનાવી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ધ્રુમઠ ગામની સીમમા રેઈડ કરી જાહેરમાં ગંજી પાતાના પના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા નરોતમભાઇ ભગવાનભાઇ માલમપરા, જયભાઇ બાબુભાઇ ઝિંઝુવાડીયા, કાળુભાઇ કેસાભાઇ ઝિંઝુવાડીયા, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ દેત્રોજા, અશ્વિનભાઇ ઉર્ફે સુનીલકુમાર રમેશભાઇ વણાપરા, વિજયભાઇ બાબુભાઇ ઝિંઝુવાડીયા, ધનશ્યામભાઇ લાલજીભાઇ પરમાર, નાન શાનજીભાઇ રાધવજીભાઇ અંદરપા તથા ધીરૂભાઇ નાથાભાઇ મરતોલીયા નામના શખ્સો રોકડા રૂ.૧૬,૮૫૦/-ના મુદામાલ સાથે મળી આવતા ઇસમો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.