મોરબી માળિયા હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે જેમાં આજે પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બોલેરો નુ ટાયર ફાટતાં પલ્ટી મારી જતા નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જે અંગે ની વધુ વિગતો મુજબ મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે મંડપ સર્વિસ ના ઓર્ડર નુ કામ પૂરું કરી ને જતાં સમયે મંડપ સર્વિસ નો સમાન ભરેલ અને નવ લોકો સવાર રહેલ બોલેરો પિકપ વાહન મોરબી તાલુકાનાં ગાળા ગામ નજીક ટાયર ફાટ્યું હતું જેના કારણે ડ્રાઈવરે વાહન પર નો કાબૂ ગુમાવતા ગાડી પલ્ટી મારી ગઈ હતી જેમાં બોલેરો બેસેલ આઠ લોકો ઈશ્વર બુધા નાયક,અશ્વિન બારીયા,કાળુંભાઈ નાયક,રાજેશભાઈ છત્રક ,રમેશભાઈ ડામોર,વિક્રમભાઈ રંગીત સહિત આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અન્ય એક વ્યક્તિ ને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તમામને નેશનલ હાઇવે ઓથોરટી એમ એમ્બ્યુલન્સ અને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ઈજાગ્રસ્તો પૈકી પાંચ લોકોને રાજકોટ તેમજ અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.